ટંકારાના નેકનામ નજીક એક્ટિવામાં દેશી દારૂની હેરફેર કરતા એક પકડાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામથી વાછકપર ગામ જવાના રસ્તેથી ટંકારા પોલીસે આરોપી નવીન શામજી દારોદરા રહે.નેકનામ નામના શખ્સને એક્ટિવા મોટર સાયકલમાં 50 લીટર દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ 1000 રૂપિયાનો દારૂ તેમજ 15000નું એક્ટિવા મળી 16 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો કુવાડવા નજીક આવેલ કોઠારીયા ગામના આરોપી કલ્પેશ દારોદરા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા ટંકારા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text