વાંકાનેરના વિરપર ગામની સીમમાં દેશી દારૂની ત્રણ ભઠ્ઠી ઝડપાઇ, આરોપીઓ ફરાર

- text


વિરપર ગામમા દેશી દારૂની બદી ઉપર તૂટી પડતી પોલીસ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપર ગામમાં દેશી દારૂ બનાવવાના હાટડાઓ બેફામપણે ધમધમી રહ્યા હોય તાલુકા પોલીસે ગઈકાલે ધોસ બોલાવી એક સાથે ત્રણ દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ ઝડપી લીધી હતી. જો કે, ચતુર દેશી દારૂના ધંધાર્થીઓને પોલીસના આગમનની જાણ થઈ જતા ફરાર થઇ જતા એકપણ આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે વિરપર ગામની સીમમાં સોરસગો સીમમાં ખાણના ખાડામાં ધમધમતી અલગ અલગ ત્રણ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી લીધી હતી જેમાં આરોપી ભાવેશ મસાભાઈ ઉર્ફે મશરુભાઈ વીંઝવાડિયા રહે.ભીમગુડા સિમ, આરોપી સેલાભાઈ શામજીભાઈ ડાંગરોચા રહે.વિરપર અને આરોપી વિજય અશોકભાઇ ચારલા રહે.નવા ઢુવા તા.વાંકાનેર વાળાની ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 14,850નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન એકપણ આરોપી પોલીસને હાથ ન લાગતા ત્રણેયને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text