વાંકાનેરમા પ્રતાપ રોડ ઉપરથી આંકડાની કપાત લેતા એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના પ્રતાપ રોડ ઉપર મોરબી એલસીબીએ દરોડો પાડી આરોપી ઇકબાલ અશરફભાઈ ચૌહાણ રહે.વાંકાનેર વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,700 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી 15,700ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમા આંકડાની કપાત આરોપી જુનેદ યાકુબભાઈ ભટ્ટી રહે.મિલપ્લોટ વાંકાનેર પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા એલસબી પોલીસે બન્ને વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text