મોરબીમા 96 બોટલ વિદેશી દારૂ સાથે એક પકડાયો, એક નાસી ગયો

- text


અયોધ્યાપુરી રોડ ઉપર મદીના પેલેસ બિલ્ડીંગના પાર્કિંગમાં પોલીસનો દરોડો

મોરબી : મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ મદીના પેલેસ બિલ્ડીંગના પાર્કિંગમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 96 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક આરોપી નાસી ગયો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ મદીના પેલેસ બિલ્ડીંગના પાર્કિંગમા દરોડો પાડતા આરોપી મુસ્તાક જુસબભાઈ કટિયા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 96 બોટલ કિંમત રૂપિયા 36,960 સાથે ઝડપાઇ ગયો હતો. દરોડા દરમિયાન આરોપી સલીમ જુસબભાઈ કટિયા નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text