ટંકારામાં કાલે રવિવારે ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે ભવ્ય મહારેલી

- text


 

મોરબી : સિમ્બોલ ઓફ નોલેજ, ભારતીય બંધારણનાં ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ ટંકારા ખાતે ધામધૂમથી ઉજવાશે. આ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાશે.

સમાનતા બંધુતા માનવતાનાં પ્રેરક, વિશ્વ વિભૂતિ, સર્વ સમાજનાં હિત રક્ષક, ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર ની 133 મી જન્મ જયંતિ નિમિત્તે ટંકારા તાલુકામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક ભીમ જયંતિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ટંકારા તાલુકા અનુસુચિત સમાજ દ્વારા તા. 14 એપ્રિલ 2024 રવિવારે સવારે 9 વાગ્યાથી બપોરનાં 12 વાગ્યાં સુધી ભવ્ય શોભાયાત્રા મહારેલીનું આયોજન કરેલ છે.

- text

ડૉ. આંબેડકર ભવન ખાતેથી સવારે 9 વાગ્યે જય ભીમનાં નારાં અને ડીજેનાં તાલેથી મહારેલી રથનું પ્રસ્થાન કરવામાં આવશે. ટંકારા શહેરનાં મુખ્ય માર્ગોએ થઈ લતિપુર ચોકડી, દયાનંદ ચોક,ઉગમણાં નાકા તેમજ ખીજડીયા ચોકડી પરનાં DJ કાર્યક્રમો બાદ બપોરે 12 વાગ્યે ડૉ. આંબેડકર ભવન પર મહારેલી મહાસભામાં પરિવર્તિત થશે.ત્યાર બાદ મૈત્રીભોજન લીધાં પછી મહારેલીની પુર્ણાહુતી થશે.

- text