મોરબીના નવા બસસ્ટેન્ડ નજીક આતંક મચાવનાર ત્રણ આરોપીને કાયદાનું ભાન કરાવતી પોલીસ

- text


મહિલાની દુકાનમાં તોડફોડ કરનાર આરોપીઓ પાસે રિકન્ટ્રક્શન કરાવાયું

મોરબી : મોરબી નવા બસસ્ટેન્ડ સંકુલમાં આવેલી દુકાનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર ત્રણ શખ્સો વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય શખ્સને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નવા બસસ્ટેન્ડમાં આવેલ ફાસ્ટફૂડની દુકાનમાં આતંક મચાવી તોડફોડ કરનાર આરોપી તૈફિક ચાનીયા, કાનજી રાવળ અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ તોડફોડ કરનારા શખ્સોના આતંકના વીડિયો વાયરલ થતા સીટી એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય શખ્સને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

- text

વધુમાં સમગ્ર ઘટના અંગે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપી તૌફિક ઇબ્રાહિમ ચાનીયા, કાનજી રાવળ અને નરેશ ઉર્ફે કાનો રાવળની અટકાયત કરી બનાવ સ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

- text