11 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 11 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ ત્રીજ, વાર ગુરુ છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1905 – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો (special relativity).

1909 – તેલ અવીવ શહેરની સ્થાપના થઈ.

1919 – ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઇ.

1921 – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારિત થયો.

1930 – ઋષિકેશના પ્રસિદ્ધ લક્ષ્મણ ઝુલા જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.

1964 – કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાનું બે ભાગમાં વિભાજન.

1970 – ચંદ્રયાન ‘એપોલો ૧૩’ નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.

1976 – પ્રથમ ‘પર્સનલ કોમ્પ્યુટર’ “એપલ ૧” (Apple I) બનાવાયું.

1979 – યુગાન્ડાનાં સરમુખત્યાર ‘ઇદી અમીન’ને હટાવાયા.

1999 – ફિલિપાઈન્સની સરકાર દ્વારા ‘એક શાળાને દત્તક લો’ની અનોખી ઘોષણા કરવામાં આવી.

2002 – ચીનમાં ફૂટબોલ મેચ ફિક્સિંગ માટે રેફરીની ધરપકડ કરવામાં આવી.

2003 – પાકિસ્તાને 12મી વખત શારજાહ કપ જીત્યો.

2004 – ઈસ્લામાબાદમાં ભારતના પ્રખ્યાત ગાયક કલાકાર સોનુ નિગમના કાર્યક્રમના સ્થળ નજીક કારમાં બોમ્બ વિસ્ફોટ.

2008 – સરકારી કર્મચારીઓના વિરોધને જોતા કેન્દ્ર સરકારે છઠ્ઠા પગાર પંચની સમીક્ષા માટે સચિવોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. સ્વીડનમાં વૈજ્ઞાનિકોએ આઠ હજાર વર્ષ જૂનું વૃક્ષ શોધી કાઢ્યું છે.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1827 – જ્યોતીબા ગોવિંદરાવ ફુલે – ભારતના મહાન વિચારક, સામાજિક કાર્યકર અને ક્રાંતિકારી. (અ. ૧૮૯૦)

1869 – કસ્તુરબા ગાંધી – મહાત્મા ગાંધીના પત્ની. (અ. ૧૯૪૪)

1887 – જેમિની રોય – ભારતના પ્રખ્યાત ચિત્રકાર. (અ. ૧૯૭૨)

1904 – કુંદન લાલ સેહગલ – ભારતીય ગાયક અને અભિનેતા

1916 – આર. ડી. ભંડારે – એક ભારતીય રાજકારણી, ન્યાયશાસ્ત્રી અને આંબેડકરવાદી કાર્યકર હતા.

1937 – રામનાથન કૃષ્ણન – ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક.

1946 – નવીન નિશ્ચલ – હિન્દી ફિલ્મોના અભિનેતા હતા.

1983 – અનુપ શ્રીધર – ભારતીય બેડમિન્ટન ખેલાડી.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1977 – ફણીશ્વરનાથ રેણુ – લેખક

2001 – કમલ રણદિવે – એક પ્રખ્યાત ભારતીય મહિલા ડૉક્ટર હતા.

2009 – વિષ્ણુ પ્રભાકર, હિન્દી ભાષાના લેખક. (જ. ૧૯૧૨)

2010 – કૈલાશ ચંદ્ર દાસ – ભારતીય વૈજ્ઞાનિક અને ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ મુખ્ય પ્રોફેસર.

2015 – હનૂત સિંહ રાઠોડ, ભારતીય સેનાના પૂર્વ લેફ્ટિનન્ટ જનરલ. (જ. ૧૯૩૩)

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)