માળીયા મિયાણાના હરિપર નજીક કાળમુખા ડમ્પરે બાઈક ઉપર જતા પરિવારને હડફેટે લેતા બાળકીનું મૃત્યુ

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામના ઓવરબ્રિજ નજીક કાળમુખા ડમ્પર ચાલકે બાઈક ઉપર જતા પરિવારને હડફેટે લેતા દંપતી ઘાયલ થવાની સાથે બાળકોને ઇજાઓ પહોંચી હતી અને એક માસૂમ બાળકીનું મૃત્યુ નિપજતા ડમ્પર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણાના ભોળીવાંઢ ગામે રહેતા નિઝામભાઈ સાઉદીનભાઈ મોવરે ડમ્પર નંબર જીજે – 12 – બીવી – 0142ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8ના રોજ તેઓ પોતાના પરિવાર સાથે બાઈક ઉપર જતા હતા ત્યારે હરિપર ગામના રેલવે ઓવરબ્રિજ ઉપર આરોપી ડમ્પર ચાલકે પાછળથી ઠોકર મારતા સાહેદ નાજીયાબેન, નસીમબેન, અજરુદિન અને તેમને ઇજાઓ પહોંચી હતી જ્યારે તેમની પુત્રી નઝમાબાનુ નિઝામભાઈ મોવરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં માળીયા મિયાણા પોલીસે આરોપી ડમ્પર ચાલકે વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text