વાંકાનેરમાં ઇકો કારમાં પેસેન્જર ભરવા બાબતે છરીઓ ઉડી

- text


અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યો

વાંકાનેર : વાકાનેર શહેરના જીનપરા જકાત નાકા નજીક આગાઉ ઇકો કારમાં મુસાફરો ભરવા મામલે થયેલ ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ હુમલો કરી પેટમાં છરીનો ઘા મારી દેતા બનાવ અંગે વાંકાનેર શહેર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જેતપરડા ગામે રહેતા અને ઇકો કાર ચલાવતા વિભાભાઈ ઉર્ફે બાબુભાઇ મોનાભાઈ સરૈયા ઉ.25 નામના યુવાનને ગઈકાલે વાંકાનેર હાઇવે ઉપર જીનપરા જકાત નાકા નજીક આરોપી સાહિલ હુસેનભાઈ પીપરવાડિયા અને ફૈઝલ હુસેનભાઈ પીપરવાડિયા રહે.બન્ને જીનપરા વાંકાનેર વાળાઓએ અગાઉ ઇકોમાં મુસાફર ભરવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી જેમ ફાવે તેમ ગાળો આપી છરી વડે માથામાં તેમજ પેટના ભાગે ઘા મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text