ટંકારાના મતદાન મથકોની મુલાકાત લેતા મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી ઝવેરી

- text


સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન આપ્યું

મોરબી : આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરી દ્વારા ટંકારાના વિવિધ મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી.

મોરબીના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીએ ટંકારામાં મતદાન મથકની મુલાકાત લઈ જરૂરી કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આપ્યું હતું. મતદાન મથક ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે સંબધિત અધિકારીઓ સાથે તાલુકા પંચાયત ટંકારા ખાતે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. અને સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો. જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી તથા નાયબ જિલ્લાચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા દ્વારા ઉપસ્થિત અધિકારીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું.

આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, ડેપ્યુટી કલેકટર સુબોધકુમાર દુદખિયા, ટંકારા મામલતદાર કેતન સખીયા તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

- text

- text