Morbi: નેશનલ હાઇવે પર રફાળેશ્વર પાસે ફેકટરીમાં લાગેલી આગ 20 કલાક બાદ કાબુમાં

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક બુધવારે બપોરે સીટ કવર બનાવતી ફેકટરી સહિત બે ઉદ્યોગોમાં લાગેલી આગ ગુરુવારે સવારે કાબુમાં આવી હોવાનું મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા જાહેર કરાયું હતું. જોકે હજુ આગ સંપૂર્ણ પણે ઓલવવામાં સાંજ સુધીનો સમય લાગી શકે છે.

પ્રાપ્ત વિગતો મુજબ બુધવારે બપોરે 2.30 વાગ્યે મોરબીના રફાળેશ્વર નજીક સીટ કવર બનાવતી ફેકટરીમાં આગ લાગ્યા બાદ આ આગ આજુ બાજુમાં પ્રસરતા વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આ આગને બુઝાવવા માટે મોરબી ઉપરાંત રાજકોટની પણ મદદ લેવામાં આવી હતી. આ વિકરાળ આગ આજે ગુરુવારે સવારે કાબુમાં આવી હોવાનું અને હજુ પણ ફાયરની ટિમ ઘટના સ્થળે હોવાનું જાહેર કરાયુ છે. જો કે, આગમાં આખો શેડ ધરાસાઈ થઈ જતા કાટમાળ ખસેડવાની કામગીરી હાલ ચાલુ હોવાનું અને જેમ, જેમ કાટમાળ ખસેડવામાં આવે છે ત્યારે નીચેથી આગ લબકારા હજુ ચાલુ હોવાનું તેમજ સાંજ સુધી આગ ઓલવવાની કામગીરી ચાલુ રહે તેમ હોવાનું ફાયર બ્રિગેડના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.

- text

- text