મોરબીના કલાકારો સોમનાથમાં ‘પ્રભાસોત્સવ’ કાર્યક્રમમાં કૃતિઓ રજૂ કરશે.

- text


મોરબી : આગામી તારીખ 8 એપ્રિલના સૂર્યાસ્તથી 9 એપ્રિલ સૂર્યોદય સુધી સોમનાથમાં યોજાનાર ‘પ્રભાસોત્સવ ‘ કાર્યક્રમમાં મોરબીના કલાકારો પોતાની કલા રજૂ કરશે. સંસ્કાર ભારતી આયોજિત સ્પર્ધા દર વર્ષે યોજાઈ છે જેમાં સોમનાથ ખાતે આ વર્ષે પ 16 મો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં ગુજરાતના 24 જિલ્લાઓના 350 કલાકારો ભાગ લઈને 50 જેટલી કૃતિઓ રજુ કરશે.

પ્રભાશોત્સવ કાર્યક્રમમાં મોરબી જીલ્લા સંસ્કાર ભારતી દ્વારા કૃતિઓ પ્રસ્તુતિ કરાશે. જેમાં મોરબીના આદ્યશક્તિ ગ્રુપ, સાર્થક વિદ્યામંદિર, કોરિયોગ્રાફર રવિરાજ પૈજા દ્વારા તૈયાર થયેલી પ્રસિદ્ધ પ્રાચીન ગરબાની કૃતિ તેમજ સંસ્કાર ભારતી મોરબી જીલ્લાના મહામંત્રી પ્રાણલાલ પૈજા ગ્રુપ દ્વારા લોકગીત, ભજનની કૃતિ અને સંગીત વિશારદ ભાર્ગવ દવે દ્વારા શાસ્ત્રીય ગાયનની કૃતિની પ્રસ્તુતિ કરાશે. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા સંસ્કાર ભારતીની સમિતિ પણ જોડાશે.

- text

ત્રિવેણી રોડ પર આવેલા સોમનાથ ટ્રસ્ટના રામમંદિર ઓડિટોરીયમ પ્રભાસ પાટણ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી સોમનાથ ટ્રસ્ટ અને સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા સમરસતા થીમ પર આ કાર્યક્રમ યોજાશે. આવી કલાત્મક એકતાને જીવંત કરવા રાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના કલા સાધકો શાસ્ત્રીય સંગીત,શાસ્ત્રી નૃત્ય, ભક્તિ સંગીત, લોકસાહિત્ય, લોકસંગીત અને લોકનૃત્યની ઉત્તમ કલાની પ્રસ્તુતિ દ્વારા ભારતીય કલાઓનું મંચન કરાશે.

- text