મોરબીના વાંકડા ગામના ખેતશ્રમિકના પુત્રએ જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા પાસ કરી

- text

મોરબી : મોરબી તાલુકાના વાંકડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ખેત શ્રમિકના પુત્રએ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરીને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

મન હોય તો માળવે જવાય ઉક્તિને સાર્થક કરી વાંકડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ખેત મજૂરી કરનાર બાલુભાઈ બામણીયાના પુત્ર રોહિત બામણીયાએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે. રોહિત બામણીયાના પિતા બાલુભાઈ બામણીયા અને માતા બન્ને વાંકડા ગામે ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે અને હાલ વાંકડા ગામે આવી ખેતમજૂરી કરી રહ્યા છે. વાંકડા ગામે બાલુભાઈએ ગામના ખેડૂતની વાડી રાખી તેમાં મજૂરી કામ કરી રહ્યા છે અને પોતાના પુત્રને શ્રેષ્ઠ શિક્ષણ મળે અને જીવનમાં આગળ વધે તેવા ધ્યેય સાથે કામ કરી રહ્યા છે. ત્યારે તેમના તેજસ્વી પુત્ર રોહિત બામણીયાએ પણ ઓપન કેટેગરીમાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા સારા માર્ક્સ સાથે પાસ કરી છે અને ધોરણ 6 થી જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. રોહિત બામણીયાએ આ પરીક્ષા પાસ કરીને વાંકડા પ્રાથમિક શાળા, શિક્ષકો અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.