દમણ ટુ રાજકોટ ! વિદેશી દારૂ રાજકોટ પહોંચે તે પહેલા જ મોરબી એલસીબી ટીમે ઓપરેશન પાર પાડ્યું

- text


વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂ, બિયરનો જંગી જથ્થો પકડાયો, 24 લાખનો મુદામાલ પકડાયો

મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી દમણથી રાજકોટ જઈ રહેલા વિદેશી દારૂ ભરેલા આઇસર ટ્રકને ઝડપી લઈ અંદાજે 24 લાખથી વધુનો મુદમાલ કબ્જે કર્યો હતો.

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, દમણથી દારૂ ભરીને એક આઇસર રાજકોટ દારૂ અને બિયરનો જથ્થો ઠાલવવા જઈ રહ્યું છે જે બાતમીને આધારે એલસીબી પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ડ્રાઈવર વિજય હોટલ પાસે વોચ ગોઠવી જીજે – 15 – AX – 0194 નંબરના આઇસર ટ્રકને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ વોડકા અને વ્હિસ્કીની 2612 બોટલ તેમજ 4560 નંગ બિયર ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે દસ લાખની કિંમતનો ટ્રક, રોકડા રૂપિયા 6500 તેમજ મોબાઈલ નંગ 5000 રૂપિયા મળી કુલ 24.02 લાખના મુદ્દામાલ મળી આવતા ટ્રક ચાલક આરોપી સુભાષસિંગ કેદારસિંગ રહે.બિહાર રાજ્યવાળાની ધરપકડ કરી હતી.

- text

વધુમા આરોપી સુભાષસિંગ કેદારસિંગ રહે.બિહાર વાળાની પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી હેમંત પટેલ રહે.દમણ વાળાએ મોકલ્યાનું કબુલતા એલસીબી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એમ.પી.પંડ્યા, પીએસઆઇ કે.એચ ભોચિયા અને એસ.આઈ.પટેલ તેમજ એલસીબી પોલીસ ટીમે કરી હતી.

- text