વાંકાનેરના કોટડાનાયાણી ગામે વાડીમાં ધમધમતું જુગારધામ પકડાયું

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામેથી પોલીસે બાતમીને આધારે વાડીમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમવા આવેલા શખ્સોને ઝડપી લીધા હતા.

- text

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી મહેબૂબ ગગુભાઈ સમાની વાડીમાં ધમધમતી જુગારકલબ પકડાઈ હતી. દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા આરોપી મહેબૂબ ગગુભાઈ સમા, સતાભાઈ કડવાભાઈ વરુ, ભુપત શિવાભાઈ ઓળકીયા અને યુસુફ તમાચીભાઈ થેબાને રોકડા રૂપિયા 29,500 સાથે પકડી પાડી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text