વાંકાનેરના વિદેશી દારૂના ગુન્હામાં 10 માસથી ફરાર આરોપી પકડાયો

- text


એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ સ્ક્વોડે અપહરણના આરોપીને પકડ્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે વાંકાનેરના વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને દસ મહિના બાદ ઝડપી લીધો હતો જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે વાકાનેરના અપહરણના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા દસ માસથી નાસતા ફરતા આરોપી રોહિત છેલાભાઈ મેઘાણી રહે.મોટી મોલડી, તા.ચોટીલા વાળાને ઝડપી લીધો હતો. જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડે વાકાનેર તાલુકાના અપહરણના ગુન્હામાં છ માસથી નાસતા ફરતા આરોપી રાજુભાઇ નવાભાઈ મસારને મહીસાગર જિલ્લામાંથી પકડી લઈ બન્ને આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસ હવાલે કરાયા હતા.

- text