Halvad : મહર્ષિ ગુરુકુલમાં 1800 વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા

- text


ચાર દિવસ સુધી યોજાયેલ કાર્યક્રમમાં વાલી ગણની હાજરીમાં KG થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

હળવદ : હળવદમાં આવેલ મહર્ષિ ગુરુકુલ ખાતે વાર્ષિક ઉત્સવ નિમિત્તે કલાર્પળમ હેઠળ 27 માર્ચ થી 30 માર્ચ સુધી વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુરુકુધના કે.જી થી લઈ કોલેજ સુધીના 1800 વિદ્યાર્થીઓએ વાલી ગણની હાજરીમાં વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં રજૂ કરી હાજર સૌને મંત્રમુક્ત કરી દીધા હતા.

હળવદના રાણેકપર રોડ પર આવેલ મહર્ષિ ગુરુકુલમાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરાયું હતું.27 માર્ચથી પ્રારંભ થયેલ કાર્યક્રમ 30 માર્ચે સમાપન થયો હતો.આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુરુકુલ કેમ્પસના કે.જી થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કર્યા હતા.

- text

વધુમાં મહર્ષિ ગુરુકુલના એમડી રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે ગુરુકુલમાં કલાર્પળ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ પોતાની વિવિધ કળાઓ સ્ટેજ પર રજૂ કરે તે માટે થઈને આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓની કલા તેના વાલીઓ પણ જોઈ શકે તે માટે વાલી ગણને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સતત ચાર દિવસ સુધી ચાલેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગુરુકુલના સૌવ પરિવારજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text