હળવદ : અર્ધલશ્કરી દળ અને પોલીસની ફ્લેગ માર્ચ

- text


હળવદ : લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાં પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. આગામી તા. ૭ મેના રોજ ચૂંટણી યોજાનાર હોય મોરબી જિલ્લામાં અર્ધ લશ્કરી દળોની ટુકડી આવી પહોંચી છે. પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ન્યાયિક વાતાવરણમા ચૂંટણી યોજાઈ તે માટે હળવદમાં અલગ અલગ વિસ્તારોમાં તેમજ તાલુકાના ચરાડવા અને સુખપર ગામે સ્થાનિક પોલીસ જવાનો સાથે સીઆરપીએફના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી હતી. જેમાં હળવદ પીઆઇ આર.ટી વ્યાસ અને ટીમ સાથે જોડાઈ હતી.

- text