મોરબી પાટીદાર સમાજનું ગૌરવ : પ્રોફેસર જલ્પા ઝાલરીયાએ PhDની ડિગ્રી મેળવી

- text


મોરબી: જિલ્લાના રહેવાસી જલ્પાબેન ગૌરવભાઈ ઝાલરીયાએ “CHARACTERIZATION AND SYNTHESIS, BIOLOGICAL EVALUATION OF SOME METAL COMPLEXES” વિષય પર મહાશોધ નિબંધ ડો. મનહર વી.પરસાનિયાનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરતા તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરાઇ છે.

- text

જલ્પાબેન રાજકોટની એચ એન્ડ એચ બી કોટક સાયન્સ કોલેજ ખાતે રસાયણશાસ્ત્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવી રહ્યા છે. જલ્પાબેન કે જેઓ ગોરધનભાઈ નરશીભાઈ તથા લાભુબેન ગોરધનભાઈ ગડારાના દિકરી (મુળ ગામ ખેંગારકા) અને સ્વ. ગોપાલભાઈ શિવલાલભાઈ તથા ગીતાબેન ગોપાલભાઈ ઝાલરીયાના પુત્રવધુ (મુળ ગામ લૂંટાવદર) એ પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે.

- text