RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાનો સમય વધારાયો : હવે ૩૦મી સુધી ફોર્મ ભરી શકાશે

- text


મોરબી : ખાનગી શાળાઓમાં નિઃશુલ્ક પ્રવેશ માટે RTE હેઠળ સરકાર દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. જેની મુદત આજે પૂર્ણ થઈ રહી હોય, શિક્ષણ વિભાગ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા તા.૩૦ સુધી લંબાવવામાં આવી છે.

RTE હેઠળ તા. ૧૪/૦૩/૨૦૨૪ થી તા. ૨૬/૦૩/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અર્થે ૧૩ દિવસનો સમય આપવામાં આવેલ હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારોને આવકનો દાખલા, જાતિનાં દાખલા વગેરે જેવા આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા અર્થે અરજી કરવાની સમયમર્યાદા વધારી આપવા અર્થે રજુઆતો મળેલ હતી. જે ધ્યાને લઈ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. ૩૦/૦૩/૨૦૨૪, રાત્રીનાં ૧૨.૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. આથી, તા. ૨૭/૦૩/૨૦૨૪ થી ૩૦/૦૩/૨૦૨૪ દરમિયાન પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ https://rte orpgujarat.com/ પર જઈ અરજી કરી શકાશે.

- text

- text