મોરબીના ભારત વિકાસ પરિષદનો પારિવારિક મિલન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ભારત વિકાસ પરિષદનો પારિવારિક મિલન કાર્યક્રમ રાધે ફાર્મ,ધુનાડા ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કોમલબેન પનારા દ્વારા સામૂહિક વંદેમાતરમ ગીત રજૂ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત શાખા સચિવ હિંમતભાઈ મારવાણીયા દ્વારા કરવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત આર.એસ.એસ મોરબી જિલ્લા સહ કાર્યવાહ પિન્ટુભાઈ મેરજા અને રાધે ફાર્મ હાઉસના ઓનર મનસુખભાઈ પરેચાનું પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આર.એસ. એસ રાજકોટ વિભાગ બોદ્ધિક પ્રમુખ મહેશભાઈ બોપલિયા તથા રીજીયન જનરલ સેક્રટરી સેવા વિભાગના રવિન્દ્રભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત GVCA પ્રકલ્પ સહ સંયોજક દિલીપભાઈ પરમાર તથા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત NGSC પ્રકલ્પ સહ સંયોજક ધ્રુમિલભાઈ આડેસરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પરિષદના નાના બાળકો માટે વિનોદભાઈ મકવાણા તેમજ યુવાનો માટે ડો ઉત્સવભાઈ દવે અને મહિલાઓ માટે શાખા મહિલા સંયોજીકા દર્શનાબેન પરમાર દ્વારા અલગ અલગ રમતો રમાડવામાં આવેલ. અને વિજેતા થયેલ બાળકોને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ હતા.

- text

આ કાર્યક્રમ માં શાખાના ઉપપ્રમુખ હરેશભાઈ બોપલીયા જેઓ મોરબી વોલ ટાઈલ્સ એશોસીએશનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતાં તેમનું સન્માન કરવામાં આવેલ હતું. ત્યારબાદ આર.એસ.એસ મોરબી જિલ્લાના સહ કાર્યવાહ પિન્ટુભાઈ મેરજા દ્વારા શાખાનું સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં કેટલું મહત્વ છે એ બાબતે વક્તવ્ય આપવામાં આવેલ હતું. ત્યારબાદ દિલીપભાઈ પરમાર દ્વારા વર્ષ 2023/24 ના શાખા ના પાંચ શ્રેષ્ઠ સભ્યોની ઘોષણા કરવામાં આવેલ.જેમાં વિનુભાઈ મકવાણા,વિપુલભાઈ અમૃતિયા,હિરેનભાઈ ધોરિયાણી, રાજેશભાઈ સુરાણી,પરેશભાઈ મિયાત્રાને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવેલ. શાખા પ્રમુખ ડો.જયેશભાઈ પનારા દ્વારા આવતા વર્ષના કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના 125 થી વધુ પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક વિશાલભાઈ બરાસરા તથા પંકજભાઈ ફેફર તથા ધ્રુમિલભાઈ આડેસરા અને સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવેલ.કાર્યક્રમ બાદ પરિવારજનો એ સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન સાથે લીધેલ હતું.

- text