26 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 26 માર્ચ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ વદ, તિથિ બીજ, વાર મંગળ છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1552: ગુરુ અમરદાસ ત્રીજા શીખ ગુરુ બન્યા.
1668: ઈંગ્લેન્ડે મુંબઇ પર કબજો કર્યો.
1780: બ્રિટનના અખબાર બ્રિટ ગેઝેટ અને સન્ડે મોનિટર રવિવારે પ્રથમ વખત પ્રકાશિત થયું.
1799: નેપોલિયન બોનાપાર્ટે પેલેસ્ટાઈન પર કબજો કર્યો.
1812: વેનેઝુએલાના કારાકાસમાં તીવ્ર ભૂકંપ આવ્યો, જેમાં 20 હજાર લોકોના મોત થયા.

1934 – યુનાઇટેડ કિંગડમમાં વાહનચાલન કસોટી (Driving test) દાખલ કરવામાં આવી.
1971 – ‘પૂર્વ પાકિસ્તાને’ પોતાને પાકિસ્તાનથી સ્વતંત્ર જાહેર કર્યું અને બાંગ્લાદેશ તરીકે ઓળખાવ્યું,બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનાં મંડાણ થયા.
1973: લંડન સ્ટોક એક્સચેન્જમાં 200 વર્ષ જૂના ઈતિહાસને તોડીને પ્રથમ વખત મહિલાઓની ભરતી કરવામાં આવી.
1974 – હિમાચલ પ્રદેશના હેનવાલ ઘાટીમાં લાતા ગામમાં ગૌરા દેવીના નેતૃત્વ હેઠળ 27 મહિલાઓના સમૂહે વૃક્ષોને બચાવવા માટે ચિપકો આંદોલન શરૂ કર્યું.
1975 – ‘જૈવિક શસ્ત્ર આચાર’ (The Biological Weapons Convention) અમલમાં આવ્યો.
1995 – 15 સભ્યોના યુરોપિયન યુનિયનના સાત દેશો વચ્ચે આંતરિક સરહદ નિયંત્રણ સમાપ્ત થાય છે.
1998 – ચીને અમેરિકન ઇરિડિયમ નેટવર્કના બે ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા.
1999 – દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાએ દેશની પ્રથમ લોકતાંત્રિક સંસદના વિસર્જનની જાહેરાત કરી હતી.
1999 – “મેલિસ્સા વાઇરસ” (“Melissa worm” જે એક પ્રકારનો કોમ્પ્યુટર વાઇરસ છે) દ્વારા દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોસેસિંગ અને ઇ-મેઇલ પદ્ધતિને ચેપ લાગ્યો.

- text

2001 – કેન્યાની એક હોસ્ટેલમાં આગ લાગવાને કારણે 58 વિદ્યાર્થીઓના મોત થયા હતા.
2003 – પાકિસ્તાને 200 કિ.મી.ની રેન્જવાળી પરમાણુ મિસાઈલ ‘અબદાલી’નું પરીક્ષણ કર્યું.
2006 – મેલબોર્નમાં 18મી કોમનવેલ્થ ગેમ્સની પૂર્ણાહુતિ.
2008 – ઇન્ડિયન ક્રિકેકટ કન્ટ્રોલ બોર્ડના ફંડમાં 2.90 કરોડ રૂપિયાની ગેરરીતિના મામલે બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ જગમોહન દાલમિયાની ધરપકડ કરવામાં આવી હતી. ટાટા મોટર્સે અમેરિકન કંપની ‘જગુઆર’ અને ‘લેન્ડ રોવર’ને હસ્તગત કરી.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1893 – ધીરેન્દ્ર નાથ ગાંગુલી – બંગાળી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક.
1907 – મહાદેવી વર્મા – હિન્દી ભાષાના પ્રખ્યાત કવયિત્રી અને હિંદી સાહિત્યના છાયાવાદી યુગના મુખ્ય ચાર સ્તંભો પૈકીના એક.
1933 – કુબેરનાથ રાય – લલિત નિબંધમાં તેમના વિશેષ યોગદાન માટે પ્રખ્યાત.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1999 – રાજ કુમાર રણબીર સિંહ – મણિપુરના આઠમા મુખ્યમંત્રી હતા.
1999 – આનંદ શંકર – ભારતીય ગીતકાર અને સંગીતકાર હતા.
1996 – કે.કે. ના. હેબ્બર – એક પ્રખ્યાત ભારતીય કલાકાર હતા.
2006 – અનિલ બિસ્વાસ – ભારતીય રાજકારણી.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text