મોરબી આઈટીઆઈમાં સિરામિક ઉદ્યોગને લગતા કોર્ષ શરૂ થશે

- text


મોરબી : મોરબીની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈમાં કલ્સ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશન એજ્યુકેશન યોજના અંતર્ગત સિરામિક ઉદ્યોગની માંગ આધારિત ટુંકાગાળાના કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

લાઈવ યોજના અંતર્ગત ધોરણ 5 પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાકયાત ધરાવતા ઉમેદવારો માટે સિરામિક ઉદ્યોગની માંગ આધારિત ટૂંકાગાળાના કોર્ષ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં લેબ ટેક્નિશિયન ઓફ સિરામિક બોડી પ્રિપરેશન, લેબ ટેક્નિશિયન ઓફ સિરામિક ગ્લેઝ પ્રિપરેશન અને ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક)ના કોર્ષ શરૂ થનાર છે. આ કોર્ષમાં તાલીમ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ આઈટીઆઈ મોરબી ખાતે ચાલુ દિવસે સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, છેલ્લી માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, આધારકાર્ડ/ચૂંટણીકાર્ડની નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ લઈને જવા જણાવાયું છે. કોર્ષમાં જોડાનાર તાલીમાર્થીઓને હાજરીને ધ્યાને લઈ નિયમ મુજબ સ્ટાઈપેન્ડ પણ ચુકવવામાં આવશે. વધુ માહિતી માટે આર.આર. હળવદિયા (મો.નં. 9726599910)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text