મોરબીના સજનપર ગામે તા.4 એપ્રિલે ગૌપાલન તાલીમ શિબિર યોજાશે

- text


ગૌશાળા ધરાવતા લોકોનું સ્નેહમિલન પણ યોજાશે

મોરબી : મોરબીના સજનપર ખાતે આગામી તારીખ 4 એપ્રિલના રોજ ગૌપાલન તાલીમ શિબિર તથા ગૌશાળા ધરાવતા લોકોનું સ્નેહમિલન યોજાશે.

4 એપ્રિલના રોજ સજનપરના ગેલેક્સી પ્રાકૃતિક ફાર્મ ખાતે મોરબી જિલ્લામાં ગૌશાળા ધરાવતા લોકોનું સ્નેહમિલન તથા ગૌશાળા કરવા ઈચ્છુક લોકો માટે નિઃશુલ્ક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમમાં 60 થી 70 લોકોનો સમાવેશ કરવાનો હોય વહેલા તે પહેલાના ધોરણે મો.નં. 9426232400 પર રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા લોકો પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકશે. તાલીમનો સમય સવારે 9-30 થી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે. તાલીમ બાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ફિલ્મ શો, પ્રેક્ટીકલ તથા સાહિત્ય દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે. તાલીમમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, ભરતભાઈ પરસાણા, પ્રાણજીવનભાઈ કાલરિયા, જિલેશભાઈ કાલરિયા, ડો. મનુભાઇ કૈલા વગેરે ગૌપ્રેમીઓ માર્ગદર્શન આપશે.

- text

- text