મોરબીની મણીયાર હોસ્પિટલમાં ગુરૂવારે કમર, મણકા અને ગરદનના દર્દીઓ માટે નિદાન કેમ્પ

 

સૌરાષ્ટ્રના ખ્યાતનામ સર્જન એવા ગોકુલ હોસ્પિટલના ડો.મેહુલ ચૌહાણ આપશે સેવા : રજિસ્ટ્રેશન ફી માત્ર રૂ.100

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના કમર, મણકા અને ગરદનની સમસ્યા ધરાવતા દર્દીઓને રાહત દરે શ્રેષ્ઠ સારવાર ઘરઆંગણે મળવાની છે. કારણકે મોરબીની મણીયાર હોસ્પિટલમાં આગામી ગુરૂવારે રાહતદરે નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે.

જેમાં ડો.મેહુલ ચૌહાણ ( MS ઓર્થો, FISS-જર્મની, યુકે, યુએસએ (મો.નં.9909985859) સેવા આપવાના છે. તેઓ ગોકુલ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ સ્પાઇન સર્જન તરીકે સેવા આપે છે. ઉપરાંત તેઓ 14 વર્ષનો અનુભવ ધરાવે છે. ડો.મેહુલ ચૌહાણ મોરબીમાં મણીયાર હોસ્પિટલ અને મધુરમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે રેગ્યુલર ઓપીડી યોજે છે. આ વખતે તા.28 માર્ચને ગુરુવારે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી તેઓ મણીયાર હોસ્પિટલમાં નિદાન કેમ્પ યોજવાના છે.

ડો.મેહુલ ચૌહાણ કમર અને ડોકનો દુઃખાવો તથા ગાદી ખસી જવી, સાયટીકા, ગાદીના સોજાના કારણે નસ દબાઈ જવી, મણકાનો ઘસારો/મણકા ખસી જવા, મણકાની ટીબી તથા મણકાના કેન્સર, મણકાની જન્મજાત ખોડ ખાપણ, ઓસ્ટીયોપોરોસીસ સારવાર,મણકાના બધા જ પ્રકારના ફ્રેક્ચરની સારવારના સ્પેશિયાલિસ્ટ છે. આ નિદાન કેમ્પનો રજિસ્ટ્રેશન ચાર્જ માત્ર રૂ.100 છે. તો અત્યારે જ રજિસ્ટ્રેશન કરાવો.

કેમ્પ તા.28 માર્ચ
સવારે 10 થી બપોરે 4
મણીયાર હોસ્પિટલ,
ગુરૂદત્તાત્રેય મંદિરની પાછળ
શનાળા રોડ, મોરબી
મો.નં.9265411088