સાયકલ પર 20 દેશની યાત્રાએ નીકળેલા યુવકનું મોરબીમાં સ્વાગત

- text


માણસાઈનો સંદેશ વિશ્વભરમાં ફેલાવવા સાહનવાઝ ખાન 42 હજાર કિ.મીની યાત્રાએ નીકળ્યા

મોરબી પોલીસના જવાનોએ સાયકલ સવાર માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી

મોરબી : ઉત્તર પ્રદેશના અલીગઢથી એક 36 વર્ષીય યુવક સાહનવાઝ ખાન હવીસ અહેમદ ગત વર્ષે 12 માર્ચ 2023ના રોજ સાયકલ પર સવાર થઈને માણસાઈનો સંદેશ દેશ-દુનિયામાં ફેલાવવા નીકળ્યો છે. આ યુવક ગઈકાલે મોરબી શહેરમાં પહોંચ્યો હતો. જ્યાં મોરબી પોલીસ અને લોકો દ્વારા તેમને આવકારી રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી હતી.

ગાંધીધામથી મોરબી આવેલા સાહનવાઝ ખાન મોરબીના નહેરુગેઈટ ચોક ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મોરબી અપડેટ સાથે વિગતે વાત કરી હતી. સાહનવાઝ ખાને મોરબી અપડેટને જણાવ્યું હતું કે, તેઓ પર્યાવરણ બચાવો અને સૌ પ્રથમ માણસ બનોના ઉત્તમ ઉદ્દેશ સાથે સાયકલ યાત્રા શરૂ કરી છે. તેમણે કહ્યું કે, આપણે સૌ પ્રથમ સારા માણસ બનવું જોઈએ બાકીના કામ આપોઆપ થઈ જશે. તેમણે આ સંદેશ દેશ-વિદેશમાં ફેલાવવા ગત વર્ષે 23 માર્ચ 2023થી સાયકલ પર યાત્રા શરૂ કરી. અત્યાર સુધી તેઓ ભારતના 7 રાજ્ય ફરી ચુક્યા છે અને હજું 13 રાજ્યની યાત્રા કરશે. એટલે કે ભારતના કૂલ 13 રાજ્યમાં તેઓ સાયકલ લઈને યાત્રા કરશે. ત્યારબાદ તેઓ 12 દેશની યાત્રા કરશે. હાલ તેઓ સાયકલ એક વર્ષ જેટલો સમય ફરી ચુક્યા છે હજુ તેઓ 2 વર્ષ યાત્રા કરશે. આ આ યાત્રા કૂલ 3 વર્ષની થશે. જેમાં તેઓ કૂલ 42 હજાર કિલોમીટર ફરશે. તેઓ સાયકલ પર તેમની સાથે એક નાનકડા શ્વાનને પણ રાખે છે. મોરબી અને ગુજરાત વિશે વાત કરતાં સાહનવાઝ ખાને કહ્યું કે, મોરબી પોલીસના જવાને મને અહીંયા જ્યુશ પીવડાવી જમવાની અને રહેવાની વ્યવસ્થા કરી આપી છે. ગુજરાતમાં મને લોકો તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.

આ અંગે મોરબી પોલીસના જવાન ભાનુભાઈએ જણાવ્યું કે, આ સાયકલ સવારે પોતાની સાયકલ પર જે માણસાઈનો સંદેશ લખ્યો હતો તે જોઈને મને દિલથી ગમ્યું અને તેમને અહીં રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. આ કામગીરીમાં મોરબી મોરબી ટ્રાફિક ઈન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન મુજબ નગર દરવાજા પાસે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.બી. ઠક્કર, ભાનુભાઈ, દેવાયતભાઈ, કેતનભાઈ, વિનોદભાઈ તેમજ ટ્રાફિક બ્રિગેડના સંદિપભાઈએ આ સાયકલ સવારની મદદ કરી હતી.

- text

- text