Morbi :ગરમીનો પારો વધશે, લૂથી બચવા શું કરશો ? જાણો ઉપાયો

- text


મોરબી : ગુજરાતમાં આકરી ગરમીની શરૂઆત થઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં બપોરે આકરી ગરમી અનુભવાઈ રહી છે જ્યારે, રાત્રે પણ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત મોરબીના દરિયાઇ વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે. કચ્છ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા જણાઇ રહી હોવાથી આ બન્ને જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો વધારો થઇ શકે છે. ઉપરાંત આ પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઇ વિસ્તારમાં ગરમ અને ઉષ્ણ પવનો ફૂંકાવાથી અસ્વસ્થતાભરી સ્થિતિ ઉદ્ભવી શકે છે.

આગામી પાંચ દિવસ એટલે કે 20થી 24 માર્ચ દરમિયાન રાજ્યના બે જિલ્લા કચ્છ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા છે. જ્યારે 26થી 28 માર્ચ દરમિયાન વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં.

- text


હિટવેવથી બચવાના ઉપાયો


  • ધમધખતા તાપમાં લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે, સાથે લૂ ના કારણે લોકો વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે નીચે આપેલા ઉપાયો કરી શકાય છે.
  • આંખોને વારંવાર ઠંડા પાણીથી ધોવી જોઇએ. ગરમીમાં વધુ પરસેવો થયો હોય તો તરત જ ઠંડુ પાણી ન પીવું, સાદુ પાણી પણ ધીરે ધીરે પીવુ જોઈએ.
  • ગરમીથી બચવા દિવસમાં બે ત્રણ વાર ઠંડા પાણીથી સ્નાન કરવું ઘરે પણ ગરમીથી બચવા ઠંડક રહે તે માટે પડદા અને કુલર વગેરેનો ઉપયોગ કરવો.
  • ઘરની બહાર નીકળતા સમયે હાથમાં છત્રી જરૂર રાખો, અથવા માથાને કપડા કે ટોપીથી ઢાંકીને બહાર નિકળો.
  • કેરી, લીચી, તરબૂચ, મોસંબી વગેરે ફ્રૂટ લૂ થી બચાવે છે. આ સિવાય દહી,મઠ્ઠો, છાશ, લસ્સી, કેરીનું શરબત વગેરે પીતા રહેવું જોઈએ.
  • ગરમીના દિવસોમાં હળવું ભોજન કરવું જોઇએ પરંતુ તેનો મતલબ એ નથી કે, તમે ડાયટ સાવ બંધ કરી દો. હળવું ભોજન પણ પેટ ભરીને ખાવું જરૂરી છે.

- text