વકીલોના વિરોધ બાદ સુધારો : દસ્તાવેજ તૈયાર કરનારની જવાબદારી ફિક્સ નહીં થાય

- text


નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા નવા નિયમોમાં સુધારો કરાયો

મોરબી : બોગસ દસ્તાવેજોની નોંધણી થતી અટકાવવા માટે આગામી 1લી એપ્રિલથી નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા નવા નિયમો અમલી બનાવવા માટે પરિપત્ર અમલી બનાવી દસ્તાવેજ તૈયાર કરનારની જવાબદારી ફિક્સ કરવા અંગેનો હુકમ કરવામાં આવ્યા બાદ રાજ્યભરના વકીલો દ્વારા વિરોધ કરવાં આવતા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા નવા નિયમોમાં સુધારો કરી હવેથી દસ્તાવેજ કરી આપનાર તથા દસ્તાવેજ કરાવી લેનાર બન્ને સજા પાત્ર છે તેવી જોગવાઈ કરતો સુધારો કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા આગામી તા.1 એપ્રિલ 2024થી દસ્તાવેજમાં ગરબડી રોકવા અને ખાસ તો બોગસ દસ્તાવેજો ન નોંધાય તે માટે નવા નિયમો અમલી બનાવવા પરિપત્ર કરવામાં આવતા અમદાવાદમાં તેમજ રાજકોટમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો દ્વારા રજુઆત કરી નવી જોગવાઇનો વિરોધ કરવામાં આવ્યો હતો. સોમવારે રાજકોટના વકીલો દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને રૂબરૂ રજુઆત પણ કરવાં આવી હતી.

- text

બીજી તરફ વકીલોનો વિરોધ જોતા મંગળવારે રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી ગાંધીનગર દ્વારા નવો પરિપત્ર જાહેર કરી દસ્તાવેજના ભાગ તરીકે નમુના મુજબનુ પરિશિષ્ટ રજુ કરવા જે સુચના આપેલી છે તેના ક્રમ નંબર (૬) રદ કરવામાં આવે છે અને ક્રમ નંબર (૯) માં ‘દસ્તાવેજમાં સહી કરનાર તેમજ તેની તૈયારીમાં ભાગ લેનાર બન્ને સજા પાત્ર છે તેવી જોગવાઈ અમારી જાણમાં છે ની જગ્યાએ હવે ક્રમ નંબર (૮ (જુનો ક્રમ નંબર (૯)માં દસ્તાવેજ કરી આપનાર તથા દસ્તાવેજ કરાવી લેનાર બન્ને સજા પાત્ર છે તેવી જોગવાઈ અમારી જાણમાં છે મુજબ સુધારો કરવામાં આવ્યો હોવાનું ખાસ પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, આમ વકીલ મંડળોની રજુઆત બાદ તંત્રએ સુધારો અમલી કરતા વકીલ આલમમાં ખુશી ફેલાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text