માળીયા મિયાણાના હરીપર નજીક ડમ્પર પાછળ ટ્રેઇલર ઘુસી જતા એકનું મૃત્યુ

- text


મોરબી : માળીયા મિયાણા – કચ્છ હાઇવે ઉપર હરીપર નજીક દેવ સોલ્ટ પાસે ટ્રક ટ્રેઇલર નંબર-જી.જે-૧૨-એ.ટી-૭૩૩૭ના ચાલકે પોતાનું ટ્રક ટ્રેઇલર વાહન બેફિકરાઈથી ચલાવી આગળ જતા ડમ્પરના ઠાઠામાં ભટકાડી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા બિહારના રહેવાસી ટ્રક ટ્રેઇલર ચાલક બિચારભાઇ દીનેશભાઇ રાય ઉ.20નું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે અંજાર કચ્છના ટ્રાન્સપોર્ટ સંચાલક શેલેષભાઇ અમુતલાલ કબોયાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text