પૈસા આપી દે જે નહીં તો પતાવી દેશું ! ટંકારાના ટોળ ગામના યુવાનને માર મરાયો

- text


કોર્ટની મુદ્દતમાંથી પરત ઘેર જતા સમયે અમરાપર રોડ ઉપર બનેલી ઘટના, કારમાં આવેલા શખ્સનું કારસ્તાન

ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ટોળ ગામે રહેતા યુવાને અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી કારમાં ધસી આવેલા શખસોએ યુવાનને રસ્તામાં આંતરી મુકેશભાઈના પૈસા આપી દે જે નહીં તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી ધોકા વડે માર મારતા યુવાને ટંકારા પોલીસ મથકમાં એક વ્યક્તિ વિરુદ્ધ નામ જોગ અને બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના અમરાપર ટોળ ગામે રહેતા મહમદ ઉસ્માનભાઇ બાદી ઉ.30નામના યુવાને અગાઉ ફરિયાદ કરી હોય ગત તા.2જી માર્ચના રોજ ટંકારા કોર્ટમાંથી મુદત પતાવી ઘેર જતા હતા ત્યારે અમરાપર રોડ ઉપર આવેલ ગેસ એજન્સી નજીક નંબર વગરની કારમાંથી ઉતરેલા બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરી ધોકા વડે માર મારી મુકેશભાઈ પાસેથી લીધેલા પૈસા પરત આપી દે જે નહીં તો પતાવી દેશું તેવી ધમકીઆપી હતી, વધુમાં આ કારમાં બેઠેલ શખ્સ આરોપી મુકેશભાઈ મશરૂભાઈ ઝાપડા રહે- ટંકારા વાળો હોવાનું જણાવી મહમદ ઉસ્માનભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text