ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી ઉજવાય છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

- text


મોરબી : દર વર્ષ 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ગ્રાહક આંદોલન – ચળવળને ચિહ્નિત કરવા અને ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ ઉભી કરવા હેતુથી ઉજવાય છે. દુનિયામાં સૌ પ્રથમવાર વર્ષ 1962માં 15 માર્ચના રોજ અમેરિકાના પ્રમુખ જોહ્ન ઓફ કેનેડીએ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીને વ્યાખ્યાયિત કરી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ દિવસને માન્યતા આપી અને ત્યારબાદ દર વર્ષે દુનિયાભરમા 15 માર્ચના રોજ ગ્રાહકના અધિકારોને અધિકારોને જાણવા-સમજવા અને તેમનું સમ્માન કરવા માટે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવાય છે.

આજ રોજ તા. 15 માર્ચના વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. આ દિવસની ઉજવણીનો મૂળ હેતુ ગ્રાહકોને તેમના અધિકાર વિશે જાગૃત કરવાનો અને જો તેઓ છેતરપિંડી, બ્લેક માર્કેટિંગ, વગેરેનો ભોગ બને છે, તો તેઓ ગ્રાહક અદાલતમાં તેની જાણ કરી શકે છે. ઉપભોક્તા ચળવળનો પાયો સૌ પ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સમાં 15 માર્ચ, 1962ના રોજ નાખવામાં આવ્યો હતો.

- text

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસે રાષ્ટ્રપતિ જોહ્ન એફ. કેનેડીએ ઓપચારિક રીતે યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું અને ગ્રાહક અધિકારના મુદ્દાને જોરદાર રીતે ઉઠાવ્યો હતો. જ્હોન એફ કેનેડી, ગ્રાહકના હક વિશે વાત કરનાર વિશ્વના પ્રથમ નેતા હતા. 9 એપ્રિલ, 1985 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ ગ્રાહક સુરક્ષા માટેના સામાન્ય માર્ગદર્શિકાઓને મંજૂરી આપી.

1983 માં, પ્રથમ વખત વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારથી, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે પસંદ કરાયેલ થીમ સાથે ઉજવવામાં આવે છે.

- text