નશીલી કોડીન શીરપના ધંધાર્થીઓના મૂળ સુધી તપાસ કરો : મોરબી કોંગ્રેસની માંગ

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસના સમયગાળામાં જ યુવાધનને બરબાદીના રવાડે ચડાવે તેવી નશીલી કોડીન શીરપનો જથ્થો મોટાપ્રમાણમાં પકડાયો છે ત્યારે મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત કરી નશીલી કોડીન શીરપની હેરફેરથી લઈ તમામ ગોરખધંધામાં સંડોવાયેલ લોકોને પકડી પાડી ઘટનાના મૂળ સુધી ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરી છે.

- text