માળીયા મિયાણા ગામે પરિણીતાએ પિતાના ઘેર ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબી : માળીયા મિયાણા ગામે પોતાના પિતાના ઘેર બે- ત્રણ દિવસથી રોકાવા આવેલ મુમતાજબેન અસલમભાઈ મોવર ઉ.31 નામની ધ્રાંગધ્રા સાસરું ધરાવતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસના પરિણીતા મુમતાજબેનના દસ માસ પૂર્વે લગ્ન થયાનું ખુલ્યું છે. હાલમાં માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text