વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપરથી વરલીભક્ત ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન રોડ ઉપર ગેબી પાન સામે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી વરલી મટકાના જુગાર રમાડી રહેલા આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજાને ઝડપી લઈ વરલીનું સાહિત્ય, રોકડા રૂપિયા 15,610 અને મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા 5000 મળી 20,610નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી ક્રિપાલસિંહની પૂછતાછમા વરલીના આંકડાની કપાત આરોપી અબુભાઈ રહે.મિલપ્લોટ, વાંકાનેર પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text