માળિયા તાલુકા પ્રા.શિક્ષક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કિંગ્સ ઓફ ખાખરેચી ઇલેવન બની ચેમ્પિયન

- text


ટુર્નામેન્ટમાં તાલુકાની વિવિધ સીઆરસીની 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો 

મોરબી : માળિયા તાલુકાના શિક્ષકોમાં રહેલી એકતા,અખંડિતતા,સંપ-સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના શુભ આશયથી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સતત ત્રીજા વર્ષે શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ નવા નાગડાવાસ ખાતે કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટમાં માળિયા તાલુકાની વિવિધ સીઆરસીની કુલ 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં માસ્ટર ઇલેવન માળિયા, ક્રિષ્ના ઇલેવન મોટા દહીંસરા, સરવડ ઇલેવન, ખીરઇ સુપર કિંગ્સ, કિંગ્સ ઓફ ખાખરેચી અને નાની બરાર ઇલેવન જેવી ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં કિંગ્સ ઇલેવન ખીરઇ અને કિંગ્સ ઓફ ખાખરેચી ઇલેવનની ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાયેલી હતી.જેમાં કિંગ્સ ઓફ ખાખરેચી ઇલેવનની ટીમ વિજેતા રહી હતી અને કિંગ્સ ઇલેવન ખીરઇની ટીમ રનર્સ અપ રહી હતી.હાર જીત એ રમતનો ભાગ છે પણ ખેલદિલી એ રમતનો આત્મા છે.વિજેતા ટીમોને તથા ખેલાડીઓને પ્રોત્સાહિત કરીને સન્માનિત કરવામાં આવ્યા.

આ ટુર્નામેન્ટના ઉદ્દઘાટન સમારોહમાં એન.એ.મેહતા (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી – મોરબી), ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર(ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ-મોરબી) ડી.આર.ગરચર (નાયબ જિલ્લા પ્રા.શિ. અધિ.-મોરબી), ડૉ.શર્મિલાબેન હૂંબલ(તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી-માળિયા મિ.), પ્રફુલભાઈ નાયકપરા (મહામંત્રી મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘ), સુરેશભાઈ ડાંગર (ઓનર-મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ)તથા મોરબી જિલ્લાના ઘટક સંઘના પ્રમુખ, મહામંત્રી, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ટોસ ઉછાળીને રાષ્ટ્રગીતના ગાન સાથે લીગ મેચ રાઉન્ડની શરૂઆત કરવામાં આવી હતી. લીગ મેચ બાદ બે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ યોજાય હતી.

સમાપન સમારોહમાં આમંત્રિત મહાનુભાવોમાં અધ્યક્ષસ્થાને ઘનશ્યામભાઈ દેથરીયા (સંગઠનમંત્રી ગુજરાત રાજ્ય પ્રા.શિ. સંઘ) તથા ડૉ. શર્મિલાબેન હૂંબલ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી -માળિયા મિ.), સુરેશભાઈ ડાંગર (ઓનર-મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ), તુષારભાઈ બોપલીયા (મંત્રી-સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન કલબ જી.પં.મોરબી) ઉપસ્થિત રહયા હતા.

આ આયોજન ને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કેપ્ટન લાલિતભાઈ ગોહેલ અને તેમની સમગ્ર અમ્પાયરીંગ તથા મેનેજમેન્ટ ટીમ તથા સંઘના હોદેદારો અને તાલુકા શાળા આચાર્યઓનો સાથ સહકાર રહ્યો હતો. આ ટુર્નામેન્ટના આયોજનમાં માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિનેશભાઇ હૂંબલ તથા મહામંત્રી હસુભાઈ વરસડા તથા તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

- text

- text