માળિયા(મિ.)માં સફર સંસ્થા અને મિલન મુસ્કાન વિકાસ સંગઠન દ્વારા મહિલા દિવસની ઉજવણી

- text


મેડિકલ કેમ્પ ઉપરાંત કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ : 250 બહેનોએ લીધો લાભ 

મોરબી : સફર સંસ્થા તેમજ મિલન મુસ્કાન વિકાસ સંગઠન દ્વારા માળિયા (મિ.) માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સફર સંસ્થા અધિકારલક્ષી અભિગમ સાથે સમાનતા, ન્યાય અને શાંતિના મુદ્દે સ્ત્રી સક્ષ્મીકરણના કામો કરી રહી છે. સફર દ્વારા માળીયામાં સમુદાયની બહેનોને સંગઠિત કરી મિલન મુસ્કાન વિકાસ સંગઠનની રચના કરવામાં આવી છે.

આખા વિશ્વમાં ૮ માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ઉપક્રમે સમુદાયના લોકોના આરોગ્યની ચિંતા કરી PHC સરવડ અને આરોગ્ય વિભાગના સહયોગથી આજ રોજ સંસ્થાએ હેલ્થ ચેકઅપ, કુપોષણ, આંખોની તપાસ માટે મેડીકલ કેમ્પના આયોજન સાથે આભા કાર્ડ કાઢવાની પ્રક્રિયા પણ કરેલ અને ૧૨ થી ૧૯ વર્ષની આશરે ૭૦ કિશોરીઓને જરૂરી માર્ગદર્શન આપી સેનીટરી પેડ પણ આપવામાં આવ્યા. આ કેમ્પનો સમુદાયમાંથી આશરે ૨૫૦ જેટલા લોકોએ લાભ લીધો છે.

મેડીકલ કેમ્પને સફળ બનાવવા માટે PHC સરવડના મેડીકલ સ્ટાફનો અને આરોગ્ય વિભાગની ટીમનો અમે આભાર માનીએ છીએ. આશા છે. ભવિષ્યમાં પણ આવો સહકાર મળતો રહેશે. રઝીયા ખાન અને ગીતા ખડોલા સફર અને મિલન ટીમ વતી કાર્યરત રહ્યા હતા.

- text

- text