બોર્ડના છાત્રોને જિલ્લા કલેકટરે પાઠવ્યો શુભેચ્છા સંદેશ

- text


મોરબી : ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડની પરિક્ષાઓ માટે કિરણ ઝવેરી, કલેક્ટર- મોરબીએ છાત્રોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે આપ સૌ મુક્ત-મને, કોઈપણ પ્રકારનું ટેન્શન રાખ્યા વગર આ પરિક્ષા આપો તેવી અપેક્ષા રાખી રહ્યો છું.

આપ સૌ એ સમગ્ર વર્ષ દરમ્યાન કારકિર્દીના આ ટર્નીંગ પોઇન્ટ સમી બોર્ડની પરિક્ષા માટે જે તૈયારીઓ કરી હશે. તેમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવવાનો સમય ૧૧ મી માર્ચથી શરુ થવાનો છે, જે અંતર્ગત કેટલાક સુચનો સૌ વિદ્યાર્થીઓને કરુ છુ. આપ સૌએ રાત્રીના સમયે પુરતી ઉંઘ લેવી તથા પરિક્ષા દરમ્યાન શુધ્ધ અને સાત્વિક ભોજન અને નાસ્તો લેવો એ મારી સલાહ છે. વધુમાં, પરિક્ષા આપવા નિકળો ત્યારે આપની રીસીપ્ટ સાથે લેવાનું ભુલશો નહી તથા સમયસર આપના પરિક્ષા કેન્દ્ર પર પહોંચી જશો. અને હા, મોબાઇલ કે સ્માર્ટવોચ સાથે નહી રાખવાનું તો ખ્યાલ જ હશે.

- text

આપ સૌ કાળજીપુર્વક પ્રશ્નપત્ર વાંચીને ગુણવત્તાસભર ઉત્તરો સુવાચ્ય અક્ષરોમાં જવાબવહીમાં રજુ કરો તથા ધારી સફળતા મેળવો તેવી વધુ એક વખત શુભેચ્છા પાઠવુ છું. અને આપની સફળતાની સાથે મોરબી જિલ્લાનું પરિણામ ૧૦૦% આવે તેવી પ્રભુને પ્રાર્થના સહ વિરમુ છું. તેમ કે.બી.ઝવેરી- કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ -મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text