સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર નક્કી કરવા ભાજપ દ્વારા સેન્સ લેવાય

- text


સોમવારે અગ્રણીઓના અભિપ્રાયો લેવાયા, આજે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં મુકાયો રિપોર્ટ

હળવદ : લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. અને બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે તેવામાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સોમવારે સાંજે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે પણ સેન્સ લેવામાં આવી છે અને તમામ અગ્રણીઓના અભિપ્રાયો લેવાયા હતા.

સુરેન્દ્રનગર ભાજપના કાર્યાલય ખાતે સોમવારે લોકસભાની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રદેશ ભાજપ દ્વારા મોકલેલ એ.એસ. પટેલ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર અને સુરેન્દ્રનગરના પૂર્વ પ્રભારી રેખાબેન ચૌધરી તમામ દાવેદારોને મળ્યા હતા અને ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવામાં આવી હતી. આ રિપોર્ટ તૈયાર કરી આજે પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


ચાલુ સાંસદને રીપીટ કરો તો કાય વાંધો નથી.! અમે જીતાડી દઈશું

સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટાભાગના આગેવાનો દ્વારા ચાલુ સાંસદ સભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈને રીપીટ કરવામાં આવે તો કોઈ જ વાંધો ન હોવાનું દર્શાવ્યું હતું અને તેઓને જ મેદાનમાં ઉતારવામાં આવશે. તો જંગી લીડ થી જીતાડી પણ દઈશું.

- text


જો ડોક્ટરને રીપીટ કરવામાં ન આવે તો અમે છીએ.!

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મોટાભાગના અગ્રણીઓ દ્વારા ચાલુ સાંસદ સભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા,હળવદ-ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરા,પૂર્વ રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વેગડ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની સેન્સ આપી હોવાનું જાણવા મળે છે.અને જો મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો મોરબીના ચુવાળીયા કોળી સમાજના ડો.પદમાબેન કુનપરાનુ નામ પણ હાલ ચર્ચામાં છે.


- text