હળવદ-ધાંગધ્રામાં બે રેલવે અંડર બ્રિજનું લોકાર્પણ, સાતનુ ખાતમુહૂર્ત કરાયું

- text


ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા

હળવદ : સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનનો પુન:વિકાસ તેમજ પંદરસો રોડ બ્રિજ/ અંદર પાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદ-ધાંગધ્રા વિધાનસભા બેઠકમાં બે અંડર પાસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે સાતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ધાંગધ્રા તાલુકાના સોલડી થી બાઈસાબગઢ જવાના રોડ પર તેમજ હળવદ તાલુકાના શક્તીનગર ગામે અંડર પાસ બ્રીજ બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યારે હળવદ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલ કણબીપરા વિસ્તારમાં તેમજ હળવદ અને રણજીતગઢ વચ્ચે,ધાંગધ્રાના ઘનશ્યામગઢ સ્ટેશન પાસે રાજપર ગામ,સોલડી ગામ,સુખપર ગામથી દેવપુર ગામ જવાના માર્ગ પર,હળવદ એપીએમસી સામે,વિસામો હોટલ પાછળ મળી કુલ સાત અંડર પાસ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

- text

જેથી આવતા દિવસોમાં લોકોને રેલવે ફાટકથી મુક્તિ મળશે તેની સાથે સમય પણ બચશે અને લોકોની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ના જુદા જુદા કાર્યક્રમો નવ જગ્યાએ યોજાયા હતા. જેમાં શક્તિનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,ભાજપના બક્ષીપંચ મોરચાના તાલુકા પ્રમુખ દિનેશભાઈ રબારી, જગદીશભાઈ સહિતનો હાજર રહ્યા હતા.જ્યારે હળવદના વોર્ડ નંબર એકમાં યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા,રવજીભાઈ દલવાડી હાજર રહ્યા હતા.

- text