ઇન્સ્ટાગ્રામમા હથિયાર સાથેના ફોટા અપલોડ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

- text


માળીયા પોલીસે હથિયાર પરવાનેદાર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કર્યો

મોરબી : માળીયા તાલુકાના કાજરડા ગામે રહેતા યુવાને પોતાની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં સમાજમાં ભય પેદા કરવા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર હથિયાર સાથેના ફોટો અને વીડિયો અપલોડ કરતા મોરબી એસઓજી ટીમે આ યુવાન તેમજ યુવાનને હથિયાર આપનાર શખ્સ વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુંન્હો દાખલ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે માળીયા તાલુકાના કાજરડા ગામે રહેતા આરોપી હનીફભાઈ અબ્બાસભાઈ ભટ્ટી નામના યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બાર બોર વાળી બંદૂક સાથેના ફોટો અને વીડિયો અપલોડ કરી સમાજમાં ભય ઉભો કરતા આરોપી હનીફભાઈ તેમજ હનીફભાઈને ફોટા પાડવા માટે હથિયાર આપનાર માળીયાના રહેવાસી આરોપી અનવરભાઈ હાજીભાઈ કટિયા નામના હથિયાર પરવાનેદાર વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text