નવલખી બંદરે ગાડી ચેક કરનાર સિક્યુરિટી ગાર્ડના ટાંટિયા ભાંગી નાખતા બે શખ્સો

- text


મોરબી : નવલખી બંદરે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાને પોતાની ફરજ દરમિયાન ગાડી ચેક કરતા આ બાબતનો ખાર રાખી મોટા દહીંસરા ગામના બે માથાભારે શખ્સોએ સિક્યુરિટી ગાર્ડના ઘેર વવાણીયા જઈને હાથ પગ ભાંગી નાખી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી એક શખ્સની ધરપકડ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા અને નવલખી બંદરે સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતા સમીર ઇસ્માઇલભાઈ જંગિયા નામના યુવાનને નવલખી બંદર ખાતે ગાડીઓ ચેક કરવાની જવાબદારી હોય આરોપી મયુરસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાની ગાડી ચેક કરતા આરોપીઓને સારું લાગ્યું ન હતું અને આ બાબતનો ખાર રાખી આરોપીઓ વવાણીયા ગામે ધસી આવ્યા હતા.

- text

બાદમાં વવાણીયા ગામે ધસી આવેલા આરોપી મયુરસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા રહે.મોટા દહીંસરા વાળાઓએ સિક્યુરિટી ગાર્ડ સમીરભાઈને વવાણીયા ગામના ચોકમાં જ હાથ પગ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમીરભાઈના પિતા ઇસ્માઇલભાઈ સલેમાનભાઈ જંગિયાએ માળીયા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text