ટંકારા ઓવરબ્રિજ ઉપર ટેન્કર પાછળ દૂધ વાહન અથડાતા રાજકોટના માલિયાસણના યુવાનનું મૃત્યુ

- text


ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયો હતો અકસ્માત

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા ઓવરબ્રિજ ઉપર આગળ જતાં ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ઘુસી ગયેલા સુપર કેરી મીની ટેમ્પો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના માલિયાસણ ગામે રહેતા રજાકભાઈ જમાલભાઈ ચૌહાણે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.15ના રોજ તેમનો પુત્ર મુનાબ પોતાની સુપર કેરી મીની ટેમ્પો લઈને મોરબી દૂધ ખાલી કરવા જતો હતો ત્યારે ટંકારા ઓવરબ્રિજ ઉપર આગળ જતાં ટેન્કર ચાલકે અચાનક બ્રેક મારતા સુપરકેરી ટેમ્પો ટેન્કર પાછળ ઘુસી જતા મુનાબને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમીયાન મુનાબનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text