મોરબીના ભાઈ-બહેને જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો

- text


મોરબી : મોરબીની હીર રાજેશભાઈ પટેલ અને તેમના નાના ભાઈ જૈનિલ પટેલે ખેલ મહાકુંભની મોરબી જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે. હીર પટેલે અંડર-17 ગર્લ્સ કેટેગરીની ચેસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું છે. તે બદલ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ મોરબીએ હીર પટેલને અભિનંદન પાઠવ્યા છે. મહત્વનું છે કે હીર પટેલના ભાઈ જૈનિલ પટેલે પણ ખેલ મહાકુંભની અંડર-14 ચેસ સ્પર્ધામાં મોરબી જિલ્લાકક્ષાએ પ્રથમ નંબર મેળવીને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ક્વોલિફાય કર્યું છે.

- text