મોરબીના લાતી પ્લોટમાં ફ્રેમ બનાવતી ફેકટરીમાં લાગી આગ

- text


મોરબી : મોરબીમાં લાતી પ્લોટમાં ફ્રેમ બનાવતી એક ફેક્ટરીમાં આજે સાંજના સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે. હાલ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાતી પ્લોટમાં હિમાલય ફ્રેમ્સ નામની એક ફેકટરી છે. જેના ત્રીજા માળે કલર શોફમાં કોઈ કારણોસર આગ લાગી છે. દરરોજ 7 વાગ્યે આ ફેકટરી બંધ થઈ જાય છે. જ્યારે કર્મચારીઓ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ 7:30 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. જેથી કોઈ જાનહાની સર્જાઈ નથી.

આ મામલે ફાયરબીગ્રેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું છે.

- text

- text