મોરબીના હરિપર કેરાળા નજીક રિવર્સમા આવતા ટ્રેઇલર હડફેટે બાળકનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના હરિપર કેરાળા ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીના માટી ખાતામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેઇલર હડફેટે ચાર વર્ષના બાળકનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલકની ધરપકડ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.17ના રોજ મોરબીના હરિપર કેરાળા ગામની સીમમાં આવેલ આઇકોલેક્સ સિરામિક ફેકટરીના માટી ખાતામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેઇલર નંબર આરજે – 09 – જીસી – 6833 નંબરના ચાલક સરાફ્ત હુસેન રહીમબક્સ શાહ રહે.રાજસ્થામ વાળાએ ગફળતભરી રીતે પોતાનો ટ્રક ચલાવી મયંક દિલીપભાઈ ચૌહાણ ઉ.4 નામના બાળકને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચડતા મયંકનું મૃત્યુ નિપજતા મયંકના પિતા દિલીપભાઈ ઇડિયાભાઈ ચૌહાણ, રહે. મધ્યપ્રદેશ વાળાએ ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી ટ્રક ટ્રેઇલર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text