મોરબીમા ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ, બમણી રકમ ચૂકવવા આદેશ

- text


વાહન લોન લીધા બાદ ચેક રિટર્ન થયો : અદાલતી કાર્યવાહીમાં પણ આરોપી સતત ગેરહાજર

મોરબી : મૂળ મોરબીના અને હાલમાં હરિયાણા ખાતે ટાઇલ્સનો ધંધો કરતા આસમીએ મોરબીની ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી 15 લાખ રૂપિયાની વાહન લોન લીધા બાદ કંપનીને આપેલ ચેક રિટર્ન થતા આ અંગેનો કેસ મોરબી અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને બમણી રકમ ચૂકવવા આદેશ કર્યો હતો.

- text

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2022મા મૂળ મોરબી અને હાલમાં હરિયાણા ખાતે ટાઇલ્સનો વ્યાપાર કરતા આરોપી બાલુભાઈ હરિભાઈ ચન્દ્રોલાએ શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાથી ટાટા કંપનીનું વાહન ખરીદી કરવા રૂપિયા 15 લાખની લોન મેળવ્યા બાદ સમયસર હપ્તા ન ભરી બાદમાં 17 લાખનો ચેક આપ્યો હતો જે રિટર્ન થતા કંપની દ્વારા મોરબી અદાલતમાં ચેક રિટર્ન કેસ કરતા અદાલતમાં નાણાં ભરપાઈ કરવાની બાંહેધરી આપ્યા બાદ આરોપીએ નાણાં નહિ ચૂકવી અદાલતી કાર્યવાહીમાં પણ ગેરહાજર રહેતા નામદાર અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને બાકી નીકળતી રકમ બમણી ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ વી.જે.લક્કડ રોકાયા હતા.

Judge’s gavel, Themis sculpture and collection of legal books on the brown background.

- text