મોરબી ખાતે વિશ્વ માતૃભાષા દિવસે કવિ સંમેલન યોજાશે

- text


તા.21 ફેબ્રુઆરીએ યુ.એન.મહેતા કોલેજ ખાતે આયોજન

મોરબી : 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે સવારે 10 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

માતૃભાષા અને સાહિત્ય ક્ષેત્રે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી ભાષા પ્રત્યેનો લગાવ વધુ પાકો થાય તે આ કાર્યક્રમનો હેતુ રહેલો છે. ત્યારે આ કાર્યક્રમમાં કવિ બિપીનચંદ્ર નિમાવત (બિપીન મધુર), કવિ રૂપેશ પરમાર (જલરૂપ), કવિ સંજય બાપોદરિયા (સંગી) ઉપસ્થિત રહી પોતાની કૃતિઓ રજૂ કરશે. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાની પ્રેરણાથી થઈ રહ્યો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. આર. કે. વારોતરિયા દ્વારા કરવામાં આવશે.મોરબીના સાહિત્ય તેમજ માતૃભાષામાં વિશેષ રૂચિ ધરાવતા શ્રોતાઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રા. કે.આર.દંગી તેમજ ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text