હળવદ જીઆઇડીસી નજીક ઝૂંપડા આગ લાગી : તમામ ઘરવખરી ખાખ

- text


નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો

હળવદ : હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસીના ગેટ પાસે ઝુંપડું બાંધી રહેતા અને મજૂરી કામ કરતા પરિવારના ઝૂંપડામાં આજે બપોરના સમયે ઓચિંતા આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી. બનાવને પગલે તાત્કાલિક હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ઝુંપડામાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલ જીઆઇડીસીના ગેટ પાસે આવેલ જીઈબી પાસે ઝુંપડું બાંધી રહેતા ગોવિંદભાઈ અને તેમનો પરિવાર આજે મજૂરીકામ માટે ગયો હતો ત્યારે બપોરના સમયે તેમના ઝુપડામાં ઓચિંતાની આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી જો કે ઝૂંપડામાં બે ગેસની બોટલો હોય જેના કારણે આજુબાજુના લોકોએ પણ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. જેના કારણે ઝુંપડું સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. બીજી તરફ બનાવની જાણ હળવદ પાલિકાને કરાતા પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવવા કાર્યવાહી કરી હતી.

- text