મોરબી શહેર ભાજપ કાર્યાલયમાં શક્તિવંદના મહિલા સ્વયં સહાયતા કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે શક્તિવંદના મહિલા સ્વયં સહાયતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NGO સાથે સંપર્ક , વીઓની ચાય પે ચર્ચા , નમો એપ ડાઉનલોડ અને નમો એપ એમ્બેસેડર બનાવવા તેમજ સરલ એપ ડાઉનલોડ કરવી વિગેરે કાર્યક્ર્મ મોરબી શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેનના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા.

આ વેળાએ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા તેમજ મહામંત્રી નિર્મળાબેન હડીયલ, કિશાન મોરચાના ઉપપ્રમુખ ભાણજીભાઈ વરસડા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, રીશીપભાઈ કૈલા, રોહીતભાઈ સોનગ્રા, કેવિનભાઈ શાહ તેમજ શહેરના તમામ હોદેદાર ભાઈઓ અને બહેનો તેમજ મહીલા મોરચાની ટીમ, સખી મંડળ, એન.જી.ઓ, વીઓની તમામ બહેનોની ટીમ વિગેરેએ કાર્યક્ર્મમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન મોરબી મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text