રાજ્યકક્ષાએ વાર્તા સ્પર્ધામાં મોરબીના વનાળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રથમ

- text


મોરબી : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્ય કક્ષાની વાર્તા કથન સ્પર્ધા 2024નું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની મોરબી તાલુકાની વનાળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પૈજા કાવ્યા અવિનાશભાઈએ પ્રાથમિક વિભાગમાં સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સિધ્ધિ મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

- text

પૈજા કાવ્યાએ આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કાઓમાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી સૌરાષ્ટ્ર ઝોનમાં પાલીતાણા શહેર ખાતે યોજાયેલ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યાંથી સફળતાના સોપાનો સર કરી હવે સમગ્ર રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પૈજા કાવ્યા તેમજ પિતા અવિનાશભાઈ (શિક્ષક વનાળિયા પ્રા.શાળા) માતા રીનાબેન (શિક્ષિકા બોરિયાપાટી પ્રા.શાળા) ઉપર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

- text